અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ૧૦ મોત

  • અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ૧૦ મોત
    અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ૧૦ મોત

બનાસકાંઠા: અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત 7થી વધુનાં લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતાં ત્રિસુલીયા ઘાટ પાસે ડાલું પલટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

અકસ્માત સર્જાતા 108 અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 લોકોના મોત થયા છે જ્યારે 10 કરતા વઘુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.