કેરળના જે ગુરુવાયૂર મંદિરમાં PM મોદીએ કરી પૂજા, તેનું ગુજરાત સાથે છે કનેક્શન

  • કેરળના જે ગુરુવાયૂર મંદિરમાં PM મોદીએ કરી પૂજા, તેનું ગુજરાત સાથે છે કનેક્શન
    કેરળના જે ગુરુવાયૂર મંદિરમાં PM મોદીએ કરી પૂજા, તેનું ગુજરાત સાથે છે કનેક્શન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. અહીં 'તુલા ભરણ' પૂજન પરંપરા હેઠળ તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યાં હતાં. પૂજા અર્ચના માટે 112 કિલોગ્રામ કમળના ફૂલ ખરીદવામાં આવ્યાં હતાં.  ત્રિસુરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી મશહૂર મંદિરોમાંથી એક છે. આ પ્રાચીન મંદિરનો સંબંધ ગુજરાત સાથે હોવાનું મનાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિર વિશેની વાતો જાણવા જેવી છે.