PM મોદીને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન, સંસદને કરી રહ્યા છે સંબોધિત

  • PM મોદીને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન, સંસદને કરી રહ્યા છે સંબોધિત
    PM મોદીને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન, સંસદને કરી રહ્યા છે સંબોધિત

માલે : નરેન્દ્ર મોદી ફરીએખવાર વડાપ્રધાન પદ પર ચૂંટાયા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ મોદીનું પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. તેમના સન્માનમાં માલદીવની મહિલાએ પારંપારિક નૃત્ય રજુ કર્યું. માલદીવની રાજધાની માલદીવમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રસંગે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ પણ હાજર રહ્યા. ગાર્ડ ઓફ ઓનર દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર બાદ વડાપ્રધાને માલદીવના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત યોજી. માલદીવના રાષ્ટ્રપતિ સોલિહએ તેમને પોતાનાં નેતાઓનો પરિચય કરાવ્યો હતો.