બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી

  • બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી
    બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી

નવી દિલ્હી : ભાજપ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને દર પગલા પર નુકસાન પહોંચતી જોવા મળી રહી છે. લોકસભામાં તૃણમુલથી 16 સીટો છિનવાયા બાદ હવે ભાજપ નગર પાલિકા અને નગર નિગમ પોતાની નજર રાખી રહી છે. શનિવારે દાર્જિલિંગ નગર નિગમમાં તૃણમુલનાં 17 પાર્ષદ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. આ સાથે જ આ નગર નિગમમાં ભાજપનો કબ્જો થઇ ચુક્યો છે. આ અગાઉ ભાટપારામાં નગરપાલિકામાં પણ ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. 


દાર્જીલિંગ નગર નિગમનાં 17 પાર્ષદ શનિવારે ભાજપમાં જોડાઇ ગયા જેના કારણે સ્થાનિક નિગમમાં ભાજપને બહુમતી મળી ચુકી છે. ભાજપ નેતા મુકુલ રોયે પાર્ષદોને ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી. રોયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જનપ્રતિનિધિઓ અને તેના સમર્થકોનું ઉત્પીડન કરવા માટે પોલીસના ઉપયોગનો આરોપ લગાવ્યો.