ઓસ્ટ્રેલિયાને પછાડીને ભારતનો 36 રને ભવ્ય વિજય, ફટાકડા ફોડી સમર્થકોએ જીતને વધાવી

  • ઓસ્ટ્રેલિયાને પછાડીને ભારતનો 36 રને ભવ્ય વિજય, ફટાકડા ફોડી સમર્થકોએ જીતને વધાવી
    ઓસ્ટ્રેલિયાને પછાડીને ભારતનો 36 રને ભવ્ય વિજય, ફટાકડા ફોડી સમર્થકોએ જીતને વધાવી

વર્લ્ડકપ 2019માં ભારતીય બેસ્ટમેનોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ કરી ફેન્સને ખુશ કરી નાંખ્યા. ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત નોધાવી. ઓપનર શિખર ધવનને સદી નોધાવી, તો રોહિત શર્મા, વિરાટ કોહલીએ અર્ધ સદી ફટકારી. હાર્દિક પંડ્યાએ પણ 27 બોલમાં 48 રનની તોફાની બેટિંગ કરી. 

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. અને 50 ઓવરમાં 5 વિકેટના ગુમાવી 352 રન બનાવ્યા. ઓવલ મેદાનમાં ટોસ જીતીને ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગનો નિર્ણય લીધો. રોહિત શર્મા (57) અને શિખર ધવન (117)ની જોડીએ નિર્ણયને સાચો સાબિત કરતા ટીમ ઇન્ડિયાની જીત માટે મહત્વપૂર્ણ ભાગીદારી નોધાવી. 

ભારતના 356ના સ્કોરનો જવાબ આપવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને એરોન ફિંચે ધીમી શરૂઆત કરી. પહેલી પાંચ ઓવરમાં માત્ર 18 રન બનાવ્યા. સાતમી ઓવરમાં ફિંચ રન આઉટ થતા બચ્યો. શરૂઆતની ઓવરમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન ઓપનરને કોઇ તક ન આપી. મહત્વની વાત છે 10.4 ઓવરમાં 50 રન પુર્ણ થયા. 25મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકશાને 134 રન થયો હતો. બાકી 25મી ઓવરમાં ટીમ 219 રન જરૂર હતી.