બિહારની બહાર NDA સાથે JDU છેડો ફાડશે, 4 રાજ્યોમાં વિધાનસભા એકલા હાથે લડશે

  • બિહારની બહાર NDA સાથે JDU છેડો ફાડશે, 4 રાજ્યોમાં વિધાનસભા એકલા હાથે લડશે
    બિહારની બહાર NDA સાથે JDU છેડો ફાડશે, 4 રાજ્યોમાં વિધાનસભા એકલા હાથે લડશે

પટનાઃ નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડ બિહારની બહાર હવે NDAનો ભાગ નહીં રહે. JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે પાર્ટી આવનારા સમયમાં 4 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. પાર્ટીએ આ નિર્ણય દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ ઉપરાંત બેઠકમાં પાર્ટી અને સંગઠનને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, મોદીના મંત્રીમંડળમાં JDUના સામેલ ન થવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. NDAમાં ભાજપની સહયોગી JDUમાંથી એક પણ મંત્રીએ મોદી સાથે મંત્રી પદના શપથ લીધા ન હતા. ભાજપે એક મંત્રી પદની રજૂઆત કરી હતી. જો કે, JDUનું કહેવું હતું કે, તેઓ ફક્ત પ્રતીકાત્મક પ્રતિનિધત્વ ઈચ્છતા નથી.