ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ

  • ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ
    ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ

અમદાવાદ :ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. તેમણે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, તો ખેડૂતો અને વેપારીઓએ તથા તેમના સમર્થકોએ તેમને ખભા પર ઉંચકીને જીતના વધામણા કર્યા હતા. મતગણતરી બહાર ફટાકડા ફૂટ્યા હતા, અને ગુલાલનો છોળો ઉડાવાઈ હતી. આ સાથે જ કાકા તરીકે ઓળખતા નારણ પટેલના વર્ષો જૂના દબદબાનો અંત આવ્યો છે.