કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો

  • કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો
    કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો

રાજકોટમાં એક ભાઈએ બહેનની ગળુ દબાવીને હત્યા કરી છે. ત્યારે આ સમગ્ર મામલામાં બહેનનું કાકાજી સસરા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. 

બન્યું એમ હતું કે, રાજકોટના પાળમાં રહેતા વિજય મકવાણા નામના યુવકની બહેન આરતી પરમારનું સાસરુ કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે આવેલું છે. ત્યારે આરતી પોતાના પિયરમાં ભીમ અગિયારસ કરવા આવી હતી. ત્યારે વિજયે પોતાની બહેનને દોરીથી ગળે ટૂંપો આપીને મારી નાંખી હતી. ત્યારે આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ પૂછપરછમાં આરતીના પતિ દિપક પરમારે ખુલાસો કર્યો હતો કે, તેની પત્ની આરતીને તેના કૌટુંબિક કાકાજી અજય પરમાર સાથે સંબંધો હતા. આ વિશે તેઓએ તેના પિયરમાં જાણ કરી હતી. ત્યારે આરતી બે દિવસ પહેલાજ પોતાના પિયરમાં ભીમ અગિયારસ કરવા ગઈ હતી. ત્યારે આ દરમિયાન વિજયે પોતાની બહેનને કાકાજી સાથે સંબંધો ન રાખવા સમજાવ્યું હતું. એ દરમિયાન વિજયે આરતીને ગળે ટૂંપો આપીને મારી નાંખી હતી.