મોરબી સીરામીકના વેપારીના 3 વર્ષના પુત્રની લાશ મળી, હત્યાની શંકા, ગળાના ભાગે ઇજા

  • મોરબી સીરામીકના વેપારીના 3 વર્ષના પુત્રની લાશ મળી, હત્યાની શંકા, ગળાના ભાગે ઇજા
    મોરબી સીરામીકના વેપારીના 3 વર્ષના પુત્રની લાશ મળી, હત્યાની શંકા, ગળાના ભાગે ઇજા

મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભ નગરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા દઢાણીયા પરિવારના ત્રણ વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકનાં ગળાના ભાગે ઇજા પહોંચી હતી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા. પરિવારે બાળકની હત્યા થયાની શંકા વ્યક્ત કરી હતી. આ અંગેની જાણ થતાં એસઓજી, એલસીબી અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.