સુરતના 3 યુવકોએ કાયદો હાથમાં લીધો, ચોરીના આરોપમાં 2 કિશોરના વાળ કાપ્યા

  • સુરતના 3 યુવકોએ કાયદો હાથમાં લીધો, ચોરીના આરોપમાં 2 કિશોરના વાળ કાપ્યા
    સુરતના 3 યુવકોએ કાયદો હાથમાં લીધો, ચોરીના આરોપમાં 2 કિશોરના વાળ કાપ્યા

સુરતમાં રૂવાંડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ થયો છે. ત્રણ વ્યક્તિઓએ બે કિશોરના વાળ કાપી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ બંને કિશોરોના વાળ કાપીને તેમની પાછળ લાંબા સમય સુધી ટોળુ ચાલતુ હતું. 

 

બન્યું એમ કે, સુરતના લિંબાયતના કમરૂનગર વિસ્તારમાં 2 કિશોરો પર ચોરીનો આક્ષેપ મૂકાયો હતો. ત્રણ શખ્સોએ હિચકારુ કૃત્ય કરીને કિશોરોન વાળ કાંપી નાંખ્યા હતા. આ ઘટના 30 મેના રોજ બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ તો વીડિયો વાયરલ થતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. સૂત્રો અનુસાર કિશોર પર અત્યાચાર કરનારા પૈકી એક યુવક રીઢો આરોપી છે. તો બીજ એક NCPનો કાર્યકર્તા છે. લિંબાયત પોલીસે સમગ્ર મામલે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, અને ત્યારબાદ તેમનો જામીન પર છુટકારો થયો છે.