સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો

  • સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો
    સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો

સુરતમાં દીકરીઓ સલામત નથી તેના અનેક પુરાવા વારંવાર મળતા રહે છે. ક્યાંક બાળકી સાથે બળાત્કાર, તો ક્યાંક અત્યાચારના બનાવો છાશવારે બનતા હોય છે. ત્યારે સુરતની એક સ્કૂલના શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉમરવાડા વિસ્તારમાં મહાનગરપાલિકાની શાળા આવેલી છે. આજે સ્કૂલનો પહેલો દિવસ હોઈ 14 વર્ષની કિશોરીને તેના માતાપિતાએ સ્કૂલ જવા તૈયાર થવાનું કહ્યું હતુ. પણ તેણે સ્કૂલ જવાની ઘસીને ના પાડી હતી. માતાપિતાએ તેની વધુ પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, સ્કૂલના જીતુ નામના શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હતા. વેકેશન પહેલા શિક્ષક તેને પોતાના ઓફિસમાં લઈ ગયા હતા, અને કપડાના બટન ખોલીને છાતીના ભાગ પર હાથ ફેરવ્યો હતો.