વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત

  • વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત
    વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત

નવી દિલ્હી: આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાણ ભર્યા બાદ 3 જૂનના રોજ ગુમ થયેલા વાયુસેનાના એન્ટોનોવ AN-32 વિમાન અંગે મહત્વના સમાચાર આવી રહ્યાં છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે અરુણાચલ પ્રદેશના લીપોથી ઉત્તરમાં 16 કિમી દૂર 12 હજાર ફૂટની ઊંચાઈએ AN-32 વિમાનના ટુકડાં જોયાની ખરાઈ કરી છે. વાયુસેનાના જણાવ્યાં અનુસાર આ ટુકડાં સર્ચ ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા જોવામાં આવ્યાં.