સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ

  • સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ
    સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનભાગીદારી સાથે અમદાવાદની વચ્ચોવચથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં 60 હજાર લોકો જોડાયા હતા. આ સફાઇ અભિયાનમા અત્યાર સુધીમા 500 ટન કચરો કાઢવામાં આવ્યો છે. 


અમદાવાદ જે નદીના કિનારે વસેલુ છે તે સાબરમતીને સ્વચ્છ કરવાનું કોર્પોરેશનના અભિયાન અંતર્ગત શરૂ કરાયું હતું. 5 થી 9 તારીખ દરમિયાન એટલે કે પાંચ દિવસમા મોટા પાયે સફાઈ અભિયાન કરવામા આવ્યું હતું. તંત્રનુ માનીએ તો આ સફાઇ અભિયાનમાં કલાકારો, ડોક્ટર્સ, કલબના સભ્યો, એનજીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, વિવિધ કંપનીના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો મળીને કુલ 60 હજાર જેટલા લોકો જોડાયા હતા. તેઓના શ્રમદાનને કારણે પાંચ દિવસમાં 191 ટન કચરો દૂર કરવામા આવ્યો છે. તો અત્યાર સુધીમા 500 ટન કચરો દૂર કરાયો છે. આ કચરામાં મુખ્યત્વે પ્લાસ્ટિક અને ધાર્મિક પૂજા સામગ્રીનો સમાવેશ થાય છે. સાબરમતી નદીમાથી ચૂંદડી, ભગવાનના હાર, મૂર્તિઓ, શ્રીફળ, સોપારી તથા મોટી સંખ્યામાં ભગવાનની પ્રતિમાઓ મળી આવી હતી.