વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

  • વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ
    વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

સુરત :વાયુ વાવાઝોડાને પગલે રાજયનાં તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામા આવ્યુ છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે.

વાયુ વાવાઝોડાને પગલે સુરતના ડુમસના દરિયા કિનારે પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે કલેક્ટર દ્વારા સુચના આપી દેવામા આવી હતી. જોકે ડુમસના દરિયા કિનારા પર કોઇ પણ પ્રકારનું એલર્ટ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઇ પણ પ્રકારના અધિકારીઓ કે પોલીસ તંત્રની હાજરી જણાઈ ન હતી. તંત્રની બેદરકારી અંગે ઝી 24 કલાકની ટીમ દ્વારા પ્રકાશિત કરવામા આવ્યો હતો. બાદમાં કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ડુમસના દરિયા કિનારા પણ ડીસીપીને મોકલવામાં આવ્યા હતા અને સહેલાણીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામા આવી હતી. વાવાઝોડાની અસર સુરતના દરિયા કાંઠે પણ થવાની છે. જેને પગલે સુરત ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચ તાત્કાલિક બંધ કરાવાયા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગ રૂપે બંને બીચ આગામી 15 તારીખ સુધી બંધ રાખવામાં આવશે. કારણ કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર ઉતરી જશે. આ સાથે તમામ ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામા આવી હતી, અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવાઈ હતી. આ સાથોસાથ કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે વાયુ વાવાઝોડાને લઇને મહત્વની મીટિગનું પણ આયોજન હાથ ધરાયુ હતુ.