એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર

  • એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર
    એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર

અમદાવાદ: વર્ષ 2019માં એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે. જેની સાથે જ એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે આજથી મોક રાઉન્ડ પણ શરુ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવેલી એન્જીનીયરીંગની 72,388 બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન 33,838 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં 33,164 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

તો વર્ષો બાદ એન્જીનીયરીંગના મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીની પ્રથમ સ્થાને આવી છે. ભાવનગરની નિધિ માણેક 99.99 પરસેન્ટાઈલ સાથે મેરીટમાં પ્રથમ રહી છે. પ્રવેશની આગામી પ્રક્રિયાના ભાગરૂપે હવે 16 જુનથી વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કરી શકશે. જેના માટે મહત્તમ બેઠકો પર ચોઈસ ફીલિંગ કરવાનો આગ્રહ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ચોઈસ ફીલિંગની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 19 જુનના રોજ રાજ્યભરની એન્જીનીયરીંગની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાશે.