વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે

  • વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે
    વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે

વડોદરા શહેરની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલમાં દર્દીને અપાયેલ ભોજનમાંથી વંદો નીકળતા હોબાળો થયો હતો. ભોજનમાં નીકળેલા વંદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા મનીષાબેન ઈખનકર નામની મહિલાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. આ મહિલા હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પેરાલિસીસની બીમારીથી પિડાતી હતી. ત્યારે મનીષાબેનની દીકરી તેમના માટે ઘરથી ખીચડી બનાવીને લાવી હતી, પણ હોસ્પિટલના સંચાલકોએ તેમને ઘરનુ ભોજન આપવાની ના પાડી હતી. આમ, મહિલાને 9 જૂનના રોજ જે ભાણુ પિરસાયુ હતું, તેમાં દાળમાં મરેલો વંદો પડ્યો હતો.