‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી

  • ‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી
    ‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી

ગાંધીનગર: રાજ્યમાં વાવાઝોડાના સંકટને લઇને વિજય રૂપાણીના આધ્યક્ષ સાથે મહત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓમાં રાજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવી પણ અપીલ કરી કે, સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ દ્વારકા પોરબંદર અને દરિયાકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિસ્ટને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસ.ટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. આવા પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જે તે જિલ્લા તંત્ર વાહકોને આપી દેવામાં આવી છે.