કિમ જોંગ ઉનનો સાવકો ભાઈ હતો CIAનો ઈન્ફોર્મર, મલેશિયામાં થઈ હતી હત્યા

  • કિમ જોંગ ઉનનો સાવકો ભાઈ હતો CIAનો ઈન્ફોર્મર, મલેશિયામાં થઈ હતી હત્યા
    કિમ જોંગ ઉનનો સાવકો ભાઈ હતો CIAનો ઈન્ફોર્મર, મલેશિયામાં થઈ હતી હત્યા

વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નામ સીઆઈએ માટે ઈન્ફોર્મર એટલે કે ખબરીનું કામ કરતા હતાં અને સીઆઈએના માણસો અનેકવાર તેમની મુલાકાત કરી ચૂક્યા હતાં. મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી અપાઈ. કિમ જોંગ નામની હત્યા 2017માં કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવી હતી. બે મહિલાઓ તેમના ચહેરા પર કઈંક લગાવી દીધુ હતું જે નર્વ ગેસ હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જેના કારણે નામનું મોત થયું. એરપોર્ટ અધિકારીઓને ઘટના અંગે જાણ કરાયા બાદ તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.  દક્ષિણ કોરિયા અને અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના અધિકારીઓએ કિમને મારવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ તેમના પરિવારના વંશવાદી શાસન માટે સંકટ બની ગયા હતાં. જો કે ઉત્તર કોરિયાએ આ આરોપોને ફગાવ્યાં હતાં. કિમ અને સીઆઈએ વચ્ચે સંબંધને લઈને વિસ્તૃત જાણકારી હજુ પણ અસ્પષ્ટ છે.