Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ

  • Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ
    Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ

નવી દિલ્હીઃ છેલ્લા 15 દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 7 દિવસ મોડું આવ્યા પછી 8 જૂનના રોજ કેરળમાં પહોંચી ગયું છે. કેરળમાં પ્રથમ વરસાદની સાથે જ હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારે તિરૂવનંતપુરમ, કોઝિકોડમાં આજે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. વરસાદના આગમનની સાથે જ ભારતમાં 4 મહિનાની ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. 

પૂર્વત્તર ભારતમાં હવામાનની સ્થિતિ ચોમાસાની પેટર્ન મુજબ લગભગ અનુકૂળ બનેલી છે અને અહીં આગામી ત્રણ દિવસ સુધી હવામાન યથાવત રહેવાની સ્થિતી છે. એટલે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને વિદર્ભમાં આગામી ત્રણ દિવસ સુધી ભીષણ ગરમી પડી શકે છે. જોકે, 'વાયુ' વાવાઝોડું બે દિવસમાં ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકવાની સંભાવના છે. તેના કારણે રાજ્યના મોટાભાગના બંદરો પર રેડ એલર્ટ કરી દેવાયા છે.