પ્રેમમાં અંધ આ પરણિત મહિલાએ પહેલા તો પ્રેમીને કોલગર્લ બોલાવવાનું કહ્યું, પછી જે થયું....

  • પ્રેમમાં અંધ આ પરણિત મહિલાએ પહેલા તો પ્રેમીને કોલગર્લ બોલાવવાનું કહ્યું, પછી જે થયું....
    પ્રેમમાં અંધ આ પરણિત મહિલાએ પહેલા તો પ્રેમીને કોલગર્લ બોલાવવાનું કહ્યું, પછી જે થયું....

 મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક પરણિત મહિલા લગ્નના બે જ મહિનામાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પરંતુ ભાગતા પહેલા તેણે પ્રેમી સાથે મળીને એક મહિલાની હત્યા કરી નાખી અને પોતાની મોતનો ખેલ રચ્યો. પોલીસ તપાસમાં પ્રેમી સાથે વાતચીતના ફોન રેકોર્ડ મળી આવ્યાં. ત્યારબાદ જ્યારે પોલીસ 300 કિમી દૂર પ્રેમી પાસે પહોંચી તો પરણિતાને તેના ઘરમાં જોતા આ હત્યાનો  ખુલાસો થયો.    ઔરંગાબાદમાં રહેતી સોનાલીના છબાદાસ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતાં. પરંતુ ઘરવાળાઓને આ સંબંધ પસંદ નહતો. આથી તેમણે તેના લગ્ન સદાશિવ શિંદે સાથે કરી નાખ્યાં. દોઢ મહિના પહેલા આ લગ્ન થયા હતાં. પરંતુ ત્યારબાદ પણ સોનાલીના છબાદાસ સાથે સંબંધ ચાલુ હતાં. તે સતત તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ક્રાઈમ શો જોઈને તેને એક આઈડિયા આવ્યો. નક્કી થયું કે છબાદાસ એક  કોલગર્લ બોલાવશે. તેની હત્યા કરશે અને મૃતકને સોનાલીના કપડાં અને દાગીના પહેરાવીને બાળી મૂકશે. ત્યારબાદ બંને ભાગી જશે અને દૂર જઈને નવું જીવન જીવશે. બંનેએ આ પ્લાનને અંજામ પણ આપ્યો.