અરુણાચલમાં અનેક છે 'વેલીઝ ઓફ નો રિટર્ન', દાયકાઓ પહેલા ગુમ થયેલા વિમાનોની હજુ પણ શોધ ચાલુ

  • અરુણાચલમાં અનેક છે 'વેલીઝ ઓફ નો રિટર્ન', દાયકાઓ પહેલા ગુમ થયેલા વિમાનોની હજુ પણ શોધ ચાલુ
    અરુણાચલમાં અનેક છે 'વેલીઝ ઓફ નો રિટર્ન', દાયકાઓ પહેલા ગુમ થયેલા વિમાનોની હજુ પણ શોધ ચાલુ

નવી દિલ્હી: પૂર્વ અરુણાચાલ પ્રદેશના રોઈંગ જિલ્લાના ત્રણ સ્થાનિક પર્વતારોહકો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જડીબુટ્ટીની શોધમાં સુરિંધી પહાડી પર ગયા તો તેમને જડીબુટ્ટી તો ન મળી પરંતુ તેમણે 75 વર્ષથી ગુમ થયેલા એક વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. આ વિમાન અમેરિકી વાયુસેનાનું વિમાન હતું જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં જાપાનીઓ વિરુદ્ધની લડાઈમાં મદદ કરવા માટે આસામના દિનજાન એરફિલ્ડથી ઉડાણ ભરી હતી. આ વિમાનના કાટમાળમાં કેટલીક વસ્તુઓ એકદમ યથાવત સ્થિતિમાં મળી આવી હતી. વિમાનમાં મોટા પ્રમાણમાં ગોળીઓ ઉપરાંત એક ચમચો, કેમેરાના લેન્સ ઉપરાંત ઉનના મોજા પણ એકદમ સુરક્ષિત મળી આવ્યાં.  આ પ્રકારના મિશન દરમિયાન વિમાનની અંદર ખુબ જ ઠંડીથી બચવા માટે આ પ્રકારના મોજા અને અન્ય વસ્તુઓની જરૂર હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં 42 મહિના સુધી ચાલેલા ખુબ જ સાહસિક અને અનેક રીતે આત્મઘાતી અભિયાનને  FLYING THE HUMP કહેવાતું હતું. જેમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આજે પણ અમેરિકી સરકાર અરુણાચલ પ્રદેશમાં પોતાની ટીમ મોકલે છે.  અસમના દિનજાન એરબેઝથી 3 જૂનના રોજ અરુણાચલના મેચુકા એરફિલ્મડ માટે ઉડેલા એએન 32 વિમાન અને તેમાં સવાર 13 લોકોની 8 દિવસો બાદ ભાળ મળી છે. સુખોઈ-30, સી 130 જે સુપર હર્ક્યુલિસ, પી 8 આઈ એરક્રાફ્ટ, ડ્રોન અને સેટેલાઈટ્સ દ્વારા વિમાનની માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે. આ અભિયાનમાં વાયુસેના ઉપરાંત નેવી, સેનાની ગુપ્તચર એજન્સીઓ, આઈટીબીપી, અને પોલીસના જવાન સામેલ હતાં. આ અકસ્માતે એકવાર ફરીથી અરુણાચલ પ્રદેશની ઉપરથી ઉડાણ ભરવાના રોમાંચકારી ઈતિહાસની યાદ અપાવી છે.