દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ

  • દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ
    દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ

નવસારી: રાજ્યમાં એક તરફ ‘વાયુ’ વાવાઝોડાને કારણે રાજ્ય પર સંકટના વાદળો છવાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ નવાસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. નવસારીના વાંસદા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વધી ગઇ છે. તો બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી હતી. વાંસદામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી. મોટી સંખ્યામાં ગરમીથી ત્રાહિમામ થયેલા લોકો વરસાદની મઝા માણતા નજરે ચડ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. ડાંગના અહવામાં ગત રાત્રે ઝરમાર વરસાદ શરૂ થયા બાદ આજે મનમૂકીને મેઘો વરસ્યો હતો. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદની મોઝ માણી હતી.