દક્ષિણ ગુજરાતાના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

  • દક્ષિણ ગુજરાતાના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત
    દક્ષિણ ગુજરાતાના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

તાપી: રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. 

વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે તાપી જિલ્લાના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેના પગલે આ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.