GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ

  • GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ
    GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ

નવી દિલ્હી: સરકાર દ્વારા 5 જુલાઇના રોજ રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પહેલાં 20 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક થઇ શકે છે. આ બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  (GST) માં રાહત આપવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે 28 ટકાવાળા જીએસટી સ્લેબથી ઘણા સામાનોને દૂર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. કેટલીક રાજ્ય સરકારોએ પણ જીએસટી સ્લેબ ઘટાડવાને સમર્થન કર્યું છે. આ બેઠકમાં જીએસટીને લઇને અંતિમ નિર્ણય કરવાની આશા છે.   

ઓટો સેક્ટરના વેચાણમાં ઘટાડો
જીએસટી કાઉન્સિલ બેઠકમાં ઇલેક્ટ્રોનિક ઇનવોયસિંગ શરૂ કરવા પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત ઓટો સેક્ટરના વેચાણમાં આવેલા ઘટાડાથી પણ જીએસટીના દર ઘટાડવા પર દબાણ વધ્યું છે. એન્ટ્રી પ્રોફિટિયરિંગ ફ્રેમવર્કના વિસ્તાર પર પણ ચર્ચા સંભવ છે. જાણકારોનું કહેવું છે કે બજારની ડિમાંડમાં આવેલી સુસ્તી સ્પષ્ટ જોવા મળી રહી છે. એવામાં તેના માટે ટૂંક સમયમાં પગલાં ભરવા પડશે.