PAK નું દેવું 6,000થી વધીને 30,000 અરબ રૂપિયા થયું, ઇમરાને આપ્યું અલ્ટીમેટમ

  • PAK નું દેવું 6,000થી વધીને 30,000 અરબ રૂપિયા થયું, ઇમરાને આપ્યું અલ્ટીમેટમ
    PAK નું દેવું 6,000થી વધીને 30,000 અરબ રૂપિયા થયું, ઇમરાને આપ્યું અલ્ટીમેટમ

ઇસ્લામાબાદ: વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના લોકોને ટેક્સ માફી યોજનાનો લાભ ઉઠાવવા અને 30 જૂન સુધી પોતાની જાહેર ન કરેલી સંપત્તિઓનો ખુલાસો કરવા માટે કહ્યું છે. વડાપ્રધાનમંત્રીએ લોકોને કહ્યું કે તે પોતાની બેહિસાબી સંપત્તિઓની જાહેર કરી દેશના વિકાસમાં યોગદાન કરે જે ગંભીર નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. 

નાણાકીય વર્ષ 2019-20ના બજેટ પહેલાં રાષ્ટ્રને સંબોધિત કરતાં ઇમરાન ખાને કહ્યું કે આપણે મહાન દેશ બનાવવાનો છે તો આપણે પોતાને બદલવાનો હશે. ઇમરાન ખાને કહ્યું ''હું તમને બધાને અપીલ કરું છું કે અમે જે આવક ઘોષણા યોજના લાવ્યા છીએ તમે તેનો ભાગ બનો. જો આપણે ટેક્સ ચૂકવીશું નહી તો આપણે દેશને આગળ વધારી શકીશું નહી.