વેસ્ટ ઝોનમાં ત્રણ મકાન સહિત સાત બાંધકામોનું ડિમોલિશન

  • વેસ્ટ ઝોનમાં ત્રણ મકાન સહિત સાત બાંધકામોનું ડિમોલિશન
    વેસ્ટ ઝોનમાં ત્રણ મકાન સહિત સાત બાંધકામોનું ડિમોલિશન

મનપાની માલિકીની 22925 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ તા,11
રાજકોટના વેસ્ટ ઝોનમાં હિંમતનગર નજીક 150 ફૂટ રીંગ રોડ ઉપર મનપાના અનામત પ્લોટ ઉપર કરવામાં આવેલ ત્રણ મકાનો અને કાચા વંડાનું ટીપી વિભાગ દ્વારા ડીમોલીશન કરી આશરે 22925 ચો.મી. જગ્યા ખૂલ્લી કરાવાઈ હતી.
મહાપાલીકાના ટાઉનપ્લાનિંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.11/6/19ના રોજ વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.
સરકાર દ્વારા ટીપી સ્કીમ નં.9(રાજકોટ) તા.8/11/2016 થી પ્રારંભિક મંજૂર કરવામાં આવેલ. જે અન્વયે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સદરહુ મકાનો દુર કરવા નોટીસ આપવામાં આવેલ. તેમજ વારંવાર રૂબરૂ સ્થળ પર પણ જાણ કરવામાં આવેલ તેમ છતા સદરહુ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ એફ.પી. નં. 
એસ.-2 તથા એસ.-3 (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.) હિંમતનગર પાછળ 150 રીંગરોડ રાજકોટના અનામત પ્લોટ પર આવેલ આશરે ત્રણ મકાનો તથા કાચા વંડાના દબાણો દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં આશરે 22925.99 ચો.મી.ની આશરે રૂા.1,14,62,50000ની જમીન ખુલ્લી કરાવેલ છે. 
આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી. અઢીયા, એ.જે. પરસાણા, આર.એન. મકવાણા તથા ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફ 
તથા વીજીલન્સ શાખાના ડી.વાય.એસ.પી. ઝાલા તથા પી.એસ.આઈ. ચુડાસમા તથા તેમનો સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.