કોંગ્રેસના બે ધારાસભ્ય કેસરિયો કરવાના મૂડમાં

  • કોંગ્રેસના બે ધારાસભ્ય કેસરિયો કરવાના મૂડમાં
    કોંગ્રેસના બે ધારાસભ્ય કેસરિયો કરવાના મૂડમાં

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપ ખેલ પાડી દેશે: વડોદરાના બન્ને ધારાસભ્ય ભાજપના સંપર્કમાં પરબત પટેલના પુત્રએ ધારાસભાની ટિકિટ માંગી ભાજપનાં થરાદ વિધાનસભા બેઠક માટેડખો સર્જાવાની શક્યતા વધી ગઈ છે. બનાસકાંઠા લોકસભા સીટ જીતી થરાદ વિધાનસભઆ બેઠક ખાલી કરનારા સિનિયર રાજ્ય મંત્રી પરબત ચૌધરી પટેલના મોટા દીકરા શૈલેષે દાવેદારીની માગણી સાથે ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરતા પક્ષના જિલ્લાના રાજકારણમાં હલચલ મચી હોવાનું જાણવા મળ્યું છે. શૈલેષ ચૌધરી પટેલ બનાસ બેન્કમાં બે ટર્મથી ડિરેક્ટર છે, સાથે ખરીદ વેચાણ સંઘમાં પણ ડિરેક્ટર છે. છેલ્લા કેટલાક વર્ષાથી જિલ્લાના રાજકારણમાં સક્રિય એવા તેઓ પિતાની રાજકીય કામગીરી સંભાળી રહ્યાં છે. રાજકોટ તા.11
રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી મહિના દરમિયાન યોજવામાં આવનારી ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે ધારાસભ્યોને તોડવાની કોશિશ શરૂ કરવામાં આવી હોવાની અફવાને પાંખો ફુટી છે. કોંગ્રેસના ધારાસભ્યોને પદ કે પૈસાની કે પછી કોઇ નિગમના ચેરમેન બનાવી દેવાની લાલચ આપીને પક્ષપલ્ટો કરાવવામાં આવે તો નવાઇ નહીં. જો કે કોંગ્રેસના ધારાસભ્યએ તોડવાની આ વાતોથી જીલ્લાના રાજકારણમાં ગરમાવો વર્તાવા લાગ્યો છે.
રાજ્યસભાની બંને બેઠક જીતવા માટે ભાજપને વધુ મતની આવશ્યકતા છે. અત્યાર સુધી કોંગ્રેસના 7 ધારાસભ્યો ભાજપનો ખેસ ધારણ કરી ચૂકયા છે. આવી પરીસ્થિતિમાં વડોદરા જીલ્લાના કોંગ્રેસમાં બે ધારાસભ્યો પર ભાજપની મીટ મંડાઇ છે. તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવાની કોશિષ કરવામાં આવી હતી પરંતુ તેઓ ટસના મસ ન થતા જે તે સમયે રાજકીય પરીવર્તન શકય બન્યું ન હતું.
અલબત, હવે જીલ્લાના મતદારોમાં એવી વાત વહેતી થઇ છે કે રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જે તે વિધાનસભા મત વિસ્તારને કોંગ્રેસ મુક્ત બનાવવા સાથે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં કાયદો થાય એવું ગણિત ગણાઇ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને પૈસા અને પ્રધાનપદ કે કોઇ નિગમના ચેરમેન બનાવી દેવાની લાલચ આપવામાં આવે છે. એ પૂર્વે જીલ્લાના રાજકારણમાં રોજબરોજ અવનવી વાતોને પાંખો ફુટતી રહે છે. જેને કારણે હાલ પુરતો જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.