બનાસકાંઠામાં વીજળી પડતા પશુપાલકના 120 ઘેટા-બકરાના મોત

  • બનાસકાંઠામાં વીજળી પડતા પશુપાલકના 120 ઘેટા-બકરાના મોત
    બનાસકાંઠામાં વીજળી પડતા પશુપાલકના 120 ઘેટા-બકરાના મોત

બનાસકાંઠા: જિલ્લાના વાવના કુડાળીયા ગામમાં વિજળી પડવાને કારણે 120 જેટલા ઘેટા બકરાઓના મોત થતા પંથકમાં ચકચાર મચી છે. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. તો ક્યાંક વાવઝોડા અને પવન સાથે પડી રહેલા વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાઇ થવાની ઘટનાઓ બની હતી. 

વીજળી પડવાને કારણે વાવના કુડાળીયા ગામે રબારી વાલાભાઇ સેધાભાઇની બકરીઓના મોત થવાની ઘટના સામે આવી હતી. પશુપાલક પર આભ ફાટ્યું હતું. અને પશુપાલકમાંથી જ રોજગારી મેળવતા રબારી વાલાભાઇ સોધાસાભઇ નોઘારા થઇ ગયા હતા. કુદરતી આફતને કારણે 120 જેટલા ઘેટા-બકરાઓના મોત થયા છે.