અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી

  • અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી
    અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ પોતાની હવસનો ભોગ સંતોષવા માટે માત્ર નવ વર્ષની દીકરીને ભોગ બનાવી છે. એટલું જ નહિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને કોઈને જાણ ન કરવા માટેની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

 

શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતાએ તેની 9 વર્ષની પુત્રી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતાં ચકચાર મચી ગઇ છે. 17 મી જુનના દિવસે બપોરના સમયે જ્યારે પુત્રી ઘરમાં એકલી હતી, તે દરમિયાન હવસખોર પિતાની નજર આ માસૂમ બાળકી પર પડી હતી. તેણે પોતાની હવસની ભૂખ સંતોષવા માટે તેણે પોતાની પુત્રીને જ ભોગ બનાવી.