મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

  • મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું
    મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

કરાચીઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહસિન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સમિતિએ વિશ્વ કપ સહિત છેલ્લા ત્રણ વર્ષોમાં પાકિસ્તાનના પ્રદર્શનની સમીક્ષા કરવાની છે.  પીસીબીએ ગુરુવારે જણાવ્યું કે, મોહસિને પીસીબીના અધ્યક્ષ અહસાન મનીને વિનંતી કરી કે તેમને આ પદ પરથી મુક્ય કરવામાં આવે અને હવે આ સમિતિની આગેવાની વસીમ ખાન કરશે, જે બોર્ડમાં ડાયરેક્ટર છે. આ સમિતિની રચના પાછલા વર્ષે ઓક્ટોબરમાં થયો હતો પરંતુ અત્યાર સુધી તે નિષ્ક્રિય હતી.