દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...

  • દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...
    દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...

મુંબઈ : બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દિશા પટણીની તસવીરો ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય થાય છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં તસવીર શેયર કરી છે જેમાં તે ગજબની ખૂબસુરત લાગે છે. દિશા પટણી જે બ્રાન્ડનો પ્રચાર કરે એની બિકીનીમાં જોવા મળે છે.          દિશાએ પોતાની  લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે અને આ તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી અને લોકોએ દિશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દિશા આ પહેલાં પણ પોતાની તસવીરને કારણે ટ્રોલર્સનો ટાર્ગેટ બની ચુકી છે. આ પહેલાં દિશા એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી તેમજ બાગી  જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દિશા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીર અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.  છેલ્લા ઘણા સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે. ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."