પત્નીની સારવાર માટે લીધેલા 7 લાખ વ્યાજ સાથે ચૂકવી દીધા પછી પણ મળતી ધમકીથી વૃધ્ધે ઝેર પી કર્યો’તો આપઘાત

  • પત્નીની સારવાર માટે લીધેલા 7 લાખ વ્યાજ સાથે ચૂકવી દીધા પછી પણ મળતી ધમકીથી વૃધ્ધે ઝેર પી કર્યો’તો આપઘાત
    પત્નીની સારવાર માટે લીધેલા 7 લાખ વ્યાજ સાથે ચૂકવી દીધા પછી પણ મળતી ધમકીથી વૃધ્ધે ઝેર પી કર્યો’તો આપઘાત

રાજકોટમાં પાંચેક દિવસ પૂર્વે પટેલ વૃદ્ધના આપઘાતના કેસમાં સ્યુસાઇડ નોટ આધારે તાલુકા પોલીસે ચાર વ્યાજખોરો સામે મનીલેન્ડ અને મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધી સાળા-બનેવીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સત્યસાંઈ રોડ ઉપર પાવન પાર્કમાં રહેતા માયાબેન અમૃતભાઈ મોરી નામના પટેલ મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા તેઓની સારવાર માટે પતિ અમૃતભાઈ કે જે કૃણાલ કંસ્ટ્રક્શનમાં કામ કરતા હોય પૈસાની જરૂરિયાત ઉભી થતા સાથે કામ કરતા મિત્ર હિરેનભાઈ ચાવડા પાસેથી 5 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ પૈસાની જરૂરિયાત ઉભી થતા નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ઘેટીયા પાસેથી વધુ 2 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા બંનેને રેગ્યુલર વ્યાજ ભરતા હોવા છતાં નરેન્દ્રભાઈ ઘરે આવી પતિને ધમકાવતા હતા તેમને બે ચેક લઇ લીધા હોય તે પણ બાઉન્સ કરાવ્યા હતા અસહ્ય ત્રાસ આપી મારા પૈસા આપી દેજે નહિ તો જિંદગી બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપતા હતા અને તમારા જેવા કેટલાયને માનસિક ત્રાસ આપી દવા પીવડાવી મરવી નાખેલ છે તેવું કહેતા હતા હિરેનભાઈ ચાવડા 
પતિ સાથે કંપનીમાં નોકરી કરતા હોય નોકરીમાંથી કઢાવી નાખીશ અને જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપતા હતા હિરેન, તેની પત્ની અને સાળો અમિત ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી ચેકમાં સહી કરાવી લીધી હતી વ્યાજખોરોના ત્રાસથી ગત તારીખ 15ના રોજ રાત્રે બધા સુઈ ગયા બાદ હોલમાં ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત્યુ થયું હતું હોલમાં પાકીટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં આ ચારેય લોકોના ત્રાસથી પગલું ભરતા હોવાનું જણાવ્યું હોય પોલીસે હિરેન અને તેના સાળાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.