રસુલપરામાં પોલીસને સાથે રાખી લોકોની જનતારેડ: 600 લીટર આથો અને 9 લીટર દારૂ કબજે

  • રસુલપરામાં પોલીસને સાથે રાખી લોકોની જનતારેડ: 600 લીટર આથો અને 9 લીટર દારૂ કબજે
    રસુલપરામાં પોલીસને સાથે રાખી લોકોની જનતારેડ: 600 લીટર આથો અને 9 લીટર દારૂ કબજે

રાજકોટ તા.20
શહેરની ભાગોળે આવેલ રસુલપરા વિસ્તારમાં મસ્જિદની સામે જ મુન્નાભાઈ હાલા નામનો એક શખ્સ દેશી દારૂનું વેચાણ કરતો હોય જેનાથી વિસ્તારમાં લોકોને રહેવું મુશીબત થઇ ગયું હોવાથી સ્થાનિક આગેવાન જુસબભાઇ ધારાગઢીની આગેવાની હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, દિનેશભાઇ ખામ્ભલા સહિતના સ્ટાફને સાથે રાખીને જનતારેડ કરવામાં આવી હતી દરમિયાન મુન્નાભાઈ જુસબભાઇ હાલા નામનો દેશી દારૂનો ધંધાર્થી ભાગી ગયો હતો જેથી પોલીસે 180 રૂપિયાનો 9 લીટર દારૂ, 1200 રૂપિયાનો 600 લીટર આથો અને એક રીક્ષા સહીત 26,380 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા બુટલેગર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે