સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
    સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછુ થવાની સાથે રાજ્યમાં ચોમાસુનું આગમન થઇ ગયું હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.

અમરેલીમાં બપોર બાદ ધારી અને તેની આજુબાજુના ગામડાઓમાં વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. વાયુ વાવાઝોડા દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી હતી જેથી શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.