અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

  • અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
    અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદ: શહેરના નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમને આવતા પોલીસ દોડતી થઇ હતી. અમદાવાદ શહેર પોલીસને શનિવારે સાંજના સમયે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને અજાણ્યા શખ્શે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. 

અજાણ્યા શખ્શે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને BRTSના બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો નહેરુનગર પહોંચ્યો હતો. સાથે જ બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોનો સૌથી વધારે ઘસારો રહેતો હોય છે. શહેર પોલીસને આ અંગેની જાણ થતા ક્રાઇમબ્રાંન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.