FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે

  • FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે
    FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે

નવી દિલ્હી : ભારતે શનિવારે કહ્યું કે, તેઓ પાકિસ્તાન પાસેથી આશા કરે છેકે તેઓ એફએટીએફ (FATF) કાર્ય યોજના સપ્ટેમ્બર સુધી પ્રભાવી પદ્ધતીથી લાગુ કરશે અને તેની ધરતીથી ઉત્પન્ન થનારા આતંકવાદ તથા આતંકવાદીઓને પોષણ સંબંધી વૈશ્વિક ચિંતાઓને દુર કરવા માટે નક્કર , સાચા, યોગ્ય અને અપરિવર્તનીય પગલું ઉઠાવશે. એપએટીએફ રિપોર્ટ અંગે મીડિયાનાં સવાલો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, એફએટીએફએ નિર્ધારિત કર્યું છે કે જાન્યુઆરી અને મે 2019 માટે નિશ્ચિત કાર્ય યોજનાને લાગુ કરવામાં પાકિસ્તાનની અસફળતાને ધ્યાને રાખી તેને આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમુહ (ICRG) ની ગ્રે યાદીમાં જ રાખવામાં આવે.