7 મહિનામાં RBIને બીજો આંચકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું

  • 7 મહિનામાં RBIને બીજો આંચકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું
    7 મહિનામાં RBIને બીજો આંચકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપી દીધુ છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આચાર્યે પોતાનો કાર્યકાળ પૂરો થાય તેના છ મહિના પહેલા જ રાજીનામું આપી દીધુ છે. જો કે આરબીઆઈના સૂત્રોએ હજુ સુધી તેમના રાજીનામાની વાતની ખરાઈ કરી નથી. કહેવાય છે કે સોમવાર બપોર સુધીમાં આરબીઆઈ આ અંગે અધિકૃત નિવેદન બહાર પાડી શકે છે.  વિરલ આચાર્યે 2017માં આરબીઆઈ જોઈન કરી હતી અને તેમનો 3 વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2020માં પૂરો થવાનો હતો. તેમના રાજીનામાની ખરાઈ થયા બાદ આરબીઆઈમાં ટોચના સ્તરે બે પદ ખાલી થશે. વિરલ આચાર્યના રાજીનામા વચ્ચે એનએસ વિશ્વનાથન 3 જુલાઈ 2019ના રોજ રિટાયર થઈ રહ્યાં છે. વિરલ આચાર્ય મોનિટરી પોલીસી, રિસર્ચ અને નાણાકીય સ્થિરતા સંલગ્ન  બાબતો પર ધ્યાન રાખતા હતાં. વિશ્વનાથન બેંકિંગ રેગ્યુલેશન અને રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ છે.