કોર્ટમાં ચાલતો હતો ડિવોર્સ કેસ, ત્યારે પતિને લાગી કરોડોની લોટરી, પત્ની બોલી...

  • કોર્ટમાં ચાલતો હતો ડિવોર્સ કેસ, ત્યારે પતિને લાગી કરોડોની લોટરી, પત્ની બોલી...
    કોર્ટમાં ચાલતો હતો ડિવોર્સ કેસ, ત્યારે પતિને લાગી કરોડોની લોટરી, પત્ની બોલી...

નવી દિલ્હી: થોડુ વિચારો કે તમારા અને તમારી પત્ની વચ્ચે ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે અન તે દરમિયાન તમને કરોડો રૂપિયાની લોટરી લાગે છે, તો તમારૂ રિએક્શન કેવુ હશે? તમારૂ તો છોડો તમારી પત્નીનું રિએક્શન કેવું હશે? તમે હજુ વિચારો છે, પરંતુ આવું તો વાસ્તવિકમાં થયું છે. ખરેખરમાં અમેરીકાના મિશિગનમાં રહેતા રિચાર્ડ ડિક જેલાસ્કોની ખુશી તે સમયે વધી ગઇ હતી, જ્યારે તેને 565 કરોડ રૂપિયા (80 મિલિયન ડોલર)ની લોટરી લાગી.

કોર્ટે આપ્યો મહિલાના હકમાં નિર્ણય

પરંતુ હવે કોર્ટે આદેશ આપ્યો છે કે, લોટરીનો અડધો ભાગ તેની પત્નીએ આપવો પડશે. લોટરી લાગવાના સમયે દંપતી વચ્ચે ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો. આ નિર્ણયની સામે રિચર્ડના વકીલે રિવ્યૂ પિટીશન દાખલ કરી છે. તેમાં દલીલ કરે છે કે લોટરી લાગવી રિચર્ડનું ભાગ્ય છે. તેમાં પત્નને ભાગ આપવો સંપૂર્ણ રીતે ખોટુ છે. વકીલનું કહેવું છે કે, જો કોર્ટ નિર્ણય બદલશે નહીં તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપલી કરશે.