જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે

  • જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે
    જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે

જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં પ્રેમનો પાસવર્ડ બદલાતો જાય છે. એવામાં યુવક-યુવતીઓ એકબીજાને પ્રેમ તો કરે પણ તેનું આયુષ્ય ટૂંકું હોય છે. વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી છે. આવો જોઈએ કહાની કે જેમાં રિયલ લવ છે, ઈમોશન છે. સાથે જ અદભુત પ્રેમનું સમર્પણ પણ છે.

 

જામનગરના ડબાસગ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલ તનસુખભાઈ વડગામાની સગાઈ 28 માર્ચના રોજ જામનગરના ચિરાગ ગજ્જર સાથે થઈ હતી. પરંતુ ભાગ્યને કાંઈ ઓર જ મંજૂર હોય તેમ 11 મેના રોજ બપોરે પોતું સૂકવવા હિરલ બારીમાં ગઈ અને હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ હાઈટેન્શન વાયર તૂટી અને હિરલના હાથ પર પડ્યો. વીજ શોક લાગતા હિરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને બને પગમાંથી પણ કરંટ પસાર થયો હતો. જામનગરમાં સારવાર બાદ હિરલને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા બંને પગ અને જમણો હાથ કાપવો પડશે તેવું જણાવવામાં આવ્યું અને અંતે હિરલને અકસ્માતે વીજ કરંટ લાગતા બંને પગ અને એક હાથ
ગુમાવવો પડ્યો છે.