સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’

  • સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’
    સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’

અમરેલી :તમે વરઘોડા તો  અનેક પ્રકારના જોયા હશે, પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે, છેલ્લા 8૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર આવો વરઘોડો નીકળ્યો છે. આ વરઘોડો કિન્નરોનો હતો, જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. 

 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 8૦ વર્ષમાં ન બન્યું હોય, તેવું સાવરકુંડવાના રહેવાસીઓને પહેલીવાર આ વરઘોડામાં જોવા મળ્યું હતું. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા. સાત દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો હતો. આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનિત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા. કિન્નરો પણ સમાજનું મહત્વનો ભાગ છે, અને તેમને માનપૂર્વક, સન્માનપૂર્વક જોવા જોઈએ તેવો હેતુ આ વરઘોડાનો હતો.