અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ

  • અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
    અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગાંધીનગર: કોંગ્રેસથી છેડો ફાડી લોકસભા ચૂંટણીમાં નુકસાન કરાવનાર અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે. અલ્પેશનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી અરજી ને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમજ અરજી પર કાર્યવાહી કરવા માટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અર્જન્ટ નોટિસ ઈસ્યુ કરી હતી. આવતી 27મી જૂને અંતિમ સુનાવણી હાથ ધરાશે.
આ વર્ષે 6 એપ્રિલે અલ્પેશ ઠાકોરે પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું પરંતુ ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું હતું. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદરમાં સભા કરતાં પક્ષ વિરોધી કાર્યને પગલે કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય લઈ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો.