મિત્રની માતાનું અવસાન થતાં સલમાન ખાન સાંત્વના આપવા આવ્યો

  • મિત્રની માતાનું અવસાન થતાં સલમાન ખાન સાંત્વના આપવા આવ્યો
    મિત્રની માતાનું અવસાન થતાં સલમાન ખાન સાંત્વના આપવા આવ્યો

મુંબઈઃ સલમાન ખાન પોતાના મિત્રો તથા સંબંધીઓના મુશ્કેલ સમયમાં હંમેશા સાથ આપે છે. હાલમાં જ સલમાન ખાનના નાનપણના મિત્ર નદીમની માતાનું નિધન થયું હતું. સલમાન ખાન મોડી રાત્રે નદીમના ઘરે આવ્યો હતો. સલમાન ઉપરાંત યૂલિયા વન્તુર તથા સાજીદ નડિયાદવાલા પણ નદીમના ઘરે ગયા હતાં. બંને નાનપણના મિત્રો
નદીમ તથા સલમાન નાનપણથી મિત્રો છે. જ્યારે પણ નદીમને કોઈ મદદની જરૂર હોય ત્યારે સલમાન હાજર હોય છે. સલમાન મિત્ર નદીમ સાથે પોતાના તમામ સીક્રેટ શૅર કરતો હોય છે. આ સેલેબ્સ પણ જોવા મળ્યા
નદીમના ઘરે ટીવી એક્ટર જય ભાનુશાલી, પ્રિન્સ નરુલા પણ જોવા મળ્યાં હતાં.