કલેક્ટર કચેરીમાં આશાવર્કર મહિલાઓનો હલ્લાબોલ

  • કલેક્ટર કચેરીમાં આશાવર્કર મહિલાઓનો હલ્લાબોલ
    કલેક્ટર કચેરીમાં આશાવર્કર મહિલાઓનો હલ્લાબોલ

રાજકોટ તા. 24
પગાર વધારાની માંગણી સાથે આજે આશા વર્કર મહિલાઓએ કલેકટર કચેરીમાં હલ્લાબોલ કરી ધરણા - સુત્રોચ્ચાર કર્યા હતા રાજય સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવેલ વધારાની અમલવારી નહીં કરવામાં આવતા આશાવર્કર મહિલાઓમાં ભારોભાર અસંતોષ ફેલાયો છે આ મુદે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ગુજરાતના ગામડે ગામડે અને શહેરોની ગરીબ વસ્તીને એન.એચ.એમ.પ્રોજેકટ તળે આરોગ્ય સેવા પુરી પાડતી 37500 આશા વર્કરો અને 3750 ફેસીલીટીએટર બહેનો રાજય સરકાર દ્વારા રહ્યા હતા અન્યાય કરવામાં આવી રહ્યો છે.
આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીએ આશા વર્કરો તથા ફેસીલીએટર બહેનોને રૂા. 10000 ફીકસ પગાર જાહેર કરેલ છે. તે પેર્ટન ઉપર ગુજરાતમાં આશા વર્કરો અને ફેસીલીએટરોને રૂા. 10000નાં ફીકસ પગારથી કામે રાખવામાં આવે. આશા વર્કરોનાં નવા ચૂકવણાનાં ધોરણમાં દરેક શનિવરની મિટીંગ ભથ્થાના ચુકવણામાં ઘટાડો કરાયેલ છે. સ્લાઇડો તૈયાર કરવાનું બંધ કરાયેલ છે. તેથી વળતરમાં ઘટાડો થયેલ છે. તે તાકીદે સુધારવા વિનંતી છે. તેમજ ફેસીલીએટર બહેનોને પણ દર શનિવારની મિટીંગનું ભથ્થું ચુકવવા હુકમ કરવા માંગણી કરવામાં આવેલ છે. આશા ફેસીલીએટરોને 2018નાં ઓકટોમ્બરની જ કેન્દ્ર સરકાર રૂા. 6000 મળતા હતા રાજય તરફથી ફેબ્રુ.બજેટમાં હાલમાં મળતા વેતનમાં 1લી એપ્રીલથી રૂા. 2000 વધારો જાહેર કરેલ હતો તે મુજબ આજરોજ સુધી રૂા. 2000નો વધારો ચુકવવામાં આવેલ નથી અને માત્ર જુના રૂા. 6000 જ ચુકવાય છે તેમજ 1 લી એપ્રીલથી આ રૂા. 2000ના વધારાનો તફાવત પણ ચુકવેલ નથી. રાજય સરકાર દ્વારા જાહેર કરેલ રૂા. 2000નો વધારો તાત્કાલીક ચુકવાય તે માટે હુકમ કરવા તથા ફેસીલીએટરોને બે ડ્રેસ તુરત જ મળે તેવી કાર્યવાહી કરવા માંગણી સાથે આશાવર્કર મહિલાઓએ કલેકટર કચેરીમાં ધરણા - રામધુન બોલાવી હતી.