1.10 લાખ વેપારીને GSTની નોટિસ

  • 1.10 લાખ વેપારીને GSTની નોટિસ
    1.10 લાખ વેપારીને GSTની નોટિસ

રાજકોટ તા. 24
ગુજરાતમાં નોંધાયેલા નવ લાખથી વધુ વેપારીઓ પૈકી ઘણા વેપારીઓ બાકી જીએસટી ચુકવતા નથી, ઘણાના રિટર્નમાં મોટા તફાવત આવી રહ્યા છે. તેને પગલે આવા વેપારીઓ પાસેથી જીએસટીની વસૂલાત માટે અધિકારીઓ એકશનમાં આવી ગયા છે. તેમાંય વળી સુપ્રીમ કોર્ટે અધિકારીઓને વધુ પાવર અપાતાં વેપારીઆની મુશ્કલી વધી ગઇ છે. સ્ટેટ જીએસટીએ બાકી વસૂલાત માટે 1 લાખ 10 હજાર વેપારીઓને નોટિસ આપી છે. નોટિસ મળતાં જ વેપારીઓને નોટિસ આપી છે. જેમાં 75 હજાર ડિફોલ્ટરો છે. બાકી ચુકવણી શરૂ કરી દીધી હતી. આગામી દિવસોમાં પણ ઓપરેશન વસૂલાત યશાવત છે.
જીએસટીના અમલ સાથે જ જીએસટી ચોરી શરૂ થઇ ગઇ છે. વેટનો કાયદો હતો ત્યારથી ઘણા વેપારીઓ સરકારી વેરો ચુકવતા જ નથી. કાયદો બદલાઇને જીએસટી થયો અને અમલ શરૂ થયો છતાં આવા રીઢા વેપારીઓ જીએસટીના અધિકારીઓ એકશન પ્લાન ઘડ્યો છે. વર્ષની શરૂઆતથી ડિપાર્ટમેન્ટ દ્વારા નોંધાયેલા વેપારીઓ પૈકી જેઓ જીએસટી રિટર્ન ફાઇલ કરતા જ નથી તેવા 30304 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે મોટી સંખ્યામાં વેપારીઓ જીએસટી ભરવા માટે દોડતા થઇ ગયા છે.
આ ઉપરાંત જીએસટીઆર 3બી અને જીએસટીઆર 1બીમાં રૂ. પાંચ લાખ કે તેથી વધુનો તફાવત હોય એટલે કે ખરીદ વેચાણના રિટર્નમાં મોટો તફાવત હોય તેવા કુલ 2654 વેપારીઓને, ઇ-વે-બિલ અને જીએસટીઆર 3બીમાં રૂ. એક લાખ કે તેથી વધુ તફાવત હોય 

તેવા 1661 વેપારીઓને અને જીએસટીઆર 3બી ફાઇલ જ ન કરતા હોય તેવા 63 હજાર વેપારીઓને નોટિસ ફટકારાઇ છે. જયારે ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડિટ લીધી હોય તેવા 15651 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. 
અધિકારીઓ દ્વારા જુદા જુદી કેટેગરીમાં 1 લાખ 10 હજાર વેપારીઓને બાકી જીએસટી ચુકવવા માટે નોટિસ ફટકરાઇ છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ ડિફોલ્ટરોને આગોતરા જામીન ન આપવા કે કોઇ સુવિધા પણ ન આપવાનો આદેશ કર્યો છે. જીએસટી અધિકારીઓને ડિફોલ્ડરો સામે કોઇપણ ફરિયાદ વગર તેમની ધરપકડ કરવાની સત્તા આપતાં રાજયનાં 75 હજાર ડિફોલ્ડરો દોડતા થઇ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને અધિકારીઓની નોટિસને પગલે બાકી વસૂલાતમાં મોટી રીકવરી થઇ રહી છે.