સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી; કોંગી ધારાસભ્યોની આજે બેઠક

  • સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી; કોંગી ધારાસભ્યોની આજે બેઠક
    સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી; કોંગી ધારાસભ્યોની આજે બેઠક

રાજયસભાની બે બેઠકની અલગ અલગ ચુંટણી યોજવાનાં કેન્દ્રીય ચુંટણીપંચના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યા બાદ કોંગ્રેસ રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમમાં રપ મી એ વધુ સુનાવણી હાથ ધરાવાની છે તે પુર્વ આજે ર4મી એ બપોરે કોંગ્રેસના ધારાસભ્યોની સંદીય દળની બેઠક ગાંધીનગરમાં બોલાવામાંઆવી છે. સુપ્રીમનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં આવે તો રાજયસભાની એક બેઠક માટે સિનીયર નેતાની પસંદગી કરાશે અને જો કાનુની લડાઈ લાંબી ચાલે તો બંને બેઠક પરથી નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે તેમ કોંગ્રેસના વિશ્ર્વનીય સુત્રોએ જણાવ્યું છે.
કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યુ કે, રાજયસભાની ચુંટણીમાં ભાજપ બંને બેઠક જીતે તે માટે કેન્દ્રીય ચુટણી પંચે 1994 અને ર006 ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા ટાંકીને અલગ અલગ ચુટણી યોજવાનો નિર્ણય લીધો છે ત્યારે કોંગ્રેસે આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવાની સાથોસાથ ભાજપને વોકઓવર ન મળે તે માટે ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ અનેક કીસ્સામાં સામાન્ય રીતે એવુ જોવા મળ્યું છે કે,સુપ્રીમ કોર્ટ કોઈપર પ્રકારની ચુંટણી પ્રક્રીયા શરૂ થઈગયા 

પછી તેમાં દખલ કરવાનો ઈન્કાર કરતીરહી છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની સ્ટે આપવાની માંગણી ફગાવે તો પરાજય નિશ્ર્ચીત હોવા છતાં કોંગ્રેસે ચુંટણી લડવી જરૂરી બનીજાય. છે.જેના ભાગરૂપે કોંગ્રેસે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.
બીજી તરફ રાજયસભાની ચુંટણીને પગલે દીલ્હી જવા અનેક સિનીયરોએ પણ દાવેદારી કરી છે.રાજયસભામાં જવા ઈચ્છુક દાવેદારોમાં પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલ સહીતનાં સિનીયરોનો સમાવેશ થતો હોવાનું જણાવતાં સુત્રો કહે છે કે, જો સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની તરફેરમાં ચુકાદો આપે તો આ સિનિયોમાંથી કોઈ એકની પસદગી કરાશે.
અલબત કોંગ્રેસનો એક મોટો વર્ગ એવુ માંની રહ્યોછે કે રાજયસભાની ચુંટણીમાં નવા અને યુવાનોને તક આપવી જોઈએ. દરમીયાન આજે ગાંધીનગરમાં યોજાનારી સંસદીય દળની બેઠકમાં રાજયસભાની ચુંટણીનો વ્હીપ જારી કરવામાં આવશે. સાથોસાથ બીજી જુલાઈથી શરૂ થઈ રહેલા રાજય વિધાનસભાના બજેટ સત્રમાં વિવિધ મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટેની રણનીતી નકકી કરવામાં આવશે.