રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

  • રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે (મંગળવાર) વહેલી સવારથી જ રાજ્યના ક્યાંક 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ કચ્છમાં મોડી રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતા 1થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ચોમાસાના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણ પ્રસરી ગઇ છે, તો શહેરી વિસ્તારોમાં ગરમી અને બફારથી લોકોને રાહત મળતા સમગ્ર વાતાવરણમાં ઠંકડ અનુભવી રહ્યાં છે.