ભારતીયોનાં 34 લાખ કરોડ કાળાનાણા જમા હોવાનો અંદાજ: અહેવાલ

  • ભારતીયોનાં 34 લાખ કરોડ કાળાનાણા જમા હોવાનો અંદાજ: અહેવાલ
    ભારતીયોનાં 34 લાખ કરોડ કાળાનાણા જમા હોવાનો અંદાજ: અહેવાલ

નવી દિલ્હી : ભારતીયોએ 1980થી માંડીને વર્ષ 2010 વચ્ચે 30 વર્ષના સમયગાળામાં આશરે 246.48 અબજ ડોલર (17,25,300 કરોડ રૂપિયા) 490 અબજ ડોલર (34,30,000 કરોડ રૂપિયા)  વચ્ચે કાળા નાણા દેશી બહાર મોકલવામાં આવ્યા. ત્રણ અલગ અલગ દિગ્ગજ સંસ્થાઓ NIPFP,NCAER અને NIFM દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે. 


સોમવારે લોકસભામાં રજુ થનારા ફાઇનાન્સ પર સ્ટેન્ડિંગ કમિટીના એક અહેવાલ અનુસાર ત્રણેય સંસ્થાઓ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે જે સેક્ટરમાં સૌથી વધારે કાળુ નાણુ મળી આવ્યું છે, તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ, પાન મસાલા, ગુટખા, તંબાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન છે.