કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ

  • કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ
    કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવેલા 5 નેતાઓના નામ પર હાઇકમાન્ડ આખરી મહોર મારશે જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરશે. પ્રદેશના નેતાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના 5 મહત્વપૂર્ણ નામોની યાદી હાઇકમાન્ડને મોકલવામાં આવી છે. જેમાંથી હાઇ કમાન્ડ દ્વારા બે નામ નક્કી કરવામાં આવશે જે આગામી દિવસમાં રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી શકે છે.