142મી રથયાત્રા: જગન્નાથજીની રથયાત્રામાં કુસ્તીબાજોએ શરૂ કરી અનોખી તૈયારી

  • 142મી રથયાત્રા: જગન્નાથજીની રથયાત્રામાં કુસ્તીબાજોએ શરૂ કરી અનોખી તૈયારી
    142મી રથયાત્રા: જગન્નાથજીની રથયાત્રામાં કુસ્તીબાજોએ શરૂ કરી અનોખી તૈયારી

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે. તેમ તેમ રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીને પ્રિય એવા કુસ્તીબાજો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. કુસ્તીબાજો દ્વારા રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથને રીઝવવા માટેના અને રથયાત્રાની શોભા વધારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે ગત બે રથયાત્રાઓથી મહિલા કુસ્તીબાજો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
 
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રામાં ભાગ લેતા અખાડિયનો પણ કેવી રીતે પાછળ રહી શકે છે. રથયાત્રામાં અખાડાઓના આકર્ષણનું પણ બહુ મોટુ મહત્વ અને ઇતિહાસ છે. રથયાત્રામાં ૩૦થી વધુ અખાડાઓ જોડાશે અને અંગ કસરતના તેમ જ કલા-કૌશલ્યના અનોખા કરતબો શ્રધ્ધાળુઓ નાગરિકોને બતાવી ગજબનું આકર્ષણ જમાવશે. જીમમાં અને અખાડામાં તાલીમ લઈ રહેલા આ કુસ્તીબાજો તૈયાર છે રથયાત્રા માટે....પ્રતિવર્ષે રથયાત્રામાં પોતાના બોડી શેપ, ચેસ્ટ, ટ્રાયશેપ, બાય શેપથી આ કુસ્તીબાજો લોકોનું ધ્યાન ખેંચતા હોય છે.