સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આટકોટમાં 1, રામોદમાં એક કલાકમાં 3 ઇંચ, ગોંડલના સેતુબંધ ડેમમાં યુવાન ડૂબ્યો

  • સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આટકોટમાં 1, રામોદમાં એક કલાકમાં 3 ઇંચ, ગોંડલના સેતુબંધ ડેમમાં યુવાન ડૂબ્યો

રાજકોટ:જસદણ તાલુકાના આટકોટમાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ અમરેલીમાં પણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણે કે ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી પરંતુ તેઓ વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગોંડલ આશાપુરા ડેમના પુલ ઉપરથી સેતુબંધમાં નાહવા પડેલા અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે (ઉંમર વર્ષ - 20થી 25) જે કોઈને ઓળખ અથવા જાણ થાય તે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરે. સરધારમાં ધોધમાર વરસાદ અસહ્ય બફારા વચ્ચે રાજકોટના સરધારમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પાણી પાણઈ થતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ આવતા જાહેરાતના બોર્ડ ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગોંડલના સેતુબંધ ડેમમાં યુવાન ડૂબ્યો ગોંડલમાં ધોધમાર વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો છે. કોઇ મહિલાએ તેનું ચપલ સેતુબંધ ડેમમાં તણાયું હોવાનું કહેતા યુવાન ચપલ લેવા સેતુબંધ ડેમમાં પડ્યો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા યુવાનની શોધખોળ ચાલુ કરાઇ છે.